અમારી વેબસાઈટ www.duniyagujarati.in પર આપણું સ્વાગત છે, અને આ લેખ પૂરો વાંચજો અને બીજાને પણ મોકલો જેથી તેમને પણ કામ લાગે.
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન આપણા
જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયો છે. બેંકિંગ,
સોશિયલ મીડિયા, સરકારી યોજનાઓથી લઈને
દરેક પ્રકારના ઓનલાઈન કામો માટે મોબાઈલ નંબર ખૂબ જ જરૂરી છે પરંતુ, વધતા જતા ડિજિટલ
પ્રસારની સાથે મોબાઈલ કનેક્શન સંબંધિત સાયબર ફ્રોડ અને છેતરપિંડીના કિસ્સાઓ પણ
ઝડપથી વધી રહ્યા છે. ઘણી વખત એવું જોવા મળે છે કે સામાન્ય નાગરિકોના આઈડી પ્રૂફ
(જેમ કે આધાર કાર્ડ) નો ઉપયોગ કરીને તેમને ખબરના પડે એ રીતે લોકો ખોટી રીતે સિમ કાર્ડ
ખરીદી લેતા હોય છે. અને દુરપયોગ કરતા હોય છે, જો તમે પણ જાણવા માંગો છો કે મારા નામે કેટલા સિમ
કાર્ડ છે (Mara name par ketla sim card che), તો આ લેખ તમારા માટે
ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે અને સામાન્ય
નાગરિકોની સુરક્ષા માટે, ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT
- Department of Telecommunications) દ્વારા
એક અત્યંત ઉપયોગી ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે TAFCOP. આ સુવિધાની મદદથી તમે
ઘરે બેઠા જ આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ છે (Aadhar card par ketla
sim card che) તે સરળતાથી જાણી શકો
છો.
TAFCOP
પોર્ટલ શું છે અને તેની શરૂઆત ક્યારે થઈ?
TAFCOP નું પૂરું નામ
Telecom Analytics for Fraud
Management and Consumer Protection
છે.
TAFCOP ની શરૂઆત ક્યારે થઈ? ટેલિકોમ વિભાગ દ્વારા
આ પોર્ટલની શરૂઆત સૌપ્રથમ
વર્ષ ૨૦૨૧ માં આંધ્રપ્રદેશ અને
તેલંગાણા જેવા કેટલાક પસંદગીના રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ (ટ્રાયલ) તરીકે કરવામાં
આવી હતી. ત્યાં તેની સફળતા અને લોકોની જરૂરિયાતને જોતા, ભારત સરકાર દ્વારા મે ૨૦૨૩ માં 'સંચાર સાથી' પ્લેટફોર્મ હેઠળ આ
પોર્ટલને સત્તાવાર રીતે સમગ્ર દેશમાં (ઓલ ઈન્ડિયા લેવલ પર) લાગુ કરી દેવામાં
આવ્યું. ત્યારથી દેશનો કોઈપણ નાગરિક આ સેવાનો વિનામૂલ્યે લાભ લઈ રહ્યો છે.
આ
પોર્ટલ શા માટે જરૂરી છે? (મહત્વ)
મોટાભાગના લોકો જ્યારે નવું સિમ કાર્ડ
ખરીદે છે ત્યારે પોતાનું આધાર કાર્ડ કે અન્ય દસ્તાવેજો દુકાનદારને આપતા હોય છે.
કેટલીકવાર સ્કેમર્સ આ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને એકના બદલે બે કે તેથી વધુ સિમ ચાલુ
કરી લેતા હોય છે. જો તમારા નામે એક્ટિવેટ થયેલા કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ
ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઓનલાઈન સ્કેમ થાય,
તો કાયદાકીય રીતે મુશ્કેલીમાં તમે મુકાઈ
શકો છો. TAFCOP પોર્ટલ તમને આવી અણધારી મુશ્કેલીઓથી બચાવે છે.
નિયમ: ભારત સરકારના વર્તમાન
નિયમો અનુસાર, કોઈ એક વ્યક્તિ પોતાના નામે મહત્તમ 9 મોબાઈલ કનેક્શન
મેળવી શકે છે. પરંતુ અમુક રાજ્યો માટે આ
મર્યાદા મહત્તમ 6 કનેક્શનની છે.
તમારા
નામે કેટલા સિમ છે તે કેવી રીતે ચેક કરવું?
(Step-by-Step Process)
જો તમે સંચાર સાથી પોર્ટલ (Sanchar Saathi Portal)
નો ઉપયોગ કરીને તમારા આઈડી પર ચાલતા
નંબરો તપાસવા માંગો છો, તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
v સત્તાવાર વેબસાઇટ ઓપન કરો: સૌથી પહેલા ગૂગલ પર
જઈને TAFCOP
Portal અથવા sancharsaathi.gov.in
સર્ચ કરો અને તેની સત્તાવાર લિંક ઓપન
કરો.
v મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો: હોમ પેજ પર તમારો
હાલનો ચાલુ ૧૦ આંકડાનો મોબાઈલ નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ (Captcha Code) ધ્યાનપૂર્વક
ટાઈપ કરો.
v ઓટીપી (OTP)
વેરિફિકેશન: ત્યારબાદ "Validate OTP" પર
ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) આવશે.
તે OTP બોક્સમાં એન્ટર કરીને સબમિટ કરો.
v નંબરોની યાદી જુઓ:
લોગઇન થતાં જ સ્ક્રીન પર એ તમામ મોબાઈલ
નંબરોની યાદી દેખાશે જે તમારા આધાર કાર્ડ કે આઈડી પર રજિસ્ટર્ડ છે.
અજાણ્યા
નંબર દેખાય તો બંધ કેવી રીતે કરવા?
જો લિસ્ટમાં કોઈ એવો નંબર જોવા મળે જે
તમારો નથી, તો તમે પોર્ટલ પર આપેલા ઓપ્શન્સની મદદથી સિમ કાર્ડ બ્લોક (SIM card block કેવી
રીતે કરવું) તેની પ્રોસેસ કરી શકો છો:
v Not Required (જરૂરી
નથી): જો કોઈ નંબર ભૂતકાળમાં તમારો હતો પરંતુ હવે તમે તેનો ઉપયોગ નથી
કરતા અને તેને કાયમી માટે બંધ કરવા માંગો છો,
તો આ ઓપ્શન પસંદ કરો.
પછી તમને એક ટીકેત આઈડી (Ticket ID)
મળશે. આ આઈડી દ્વારા તમે ભવિષ્યમાં
લોગઇન કરીને તમારી ફરિયાદનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. ટેલિકોમ કંપની (જેમ કે Jio, Airtel, Vi, etc) જરૂરી તપાસ બાદ તે
અજાણ્યા નંબરને બ્લોક કરી દે છે.
નિષ્કર્ષ
સાયબર ક્રાઈમ અને આઈડી ચોરી (Identity Theft) ના
વધતા કિસ્સાઓ વચ્ચે TAFCOP એ ડિજિટલ સુરક્ષાનું એક હથિયાર છે. વર્ષ ૨૦૨૩ માં દેશવ્યાપી
શરૂઆત થયા બાદ લાખો લોકોએ પોતાની જાણ બહાર ચાલતા કનેક્શનો બંધ કરાવ્યા છે.
સુરક્ષિત રહેવા માટે દરેક નાગરિકે સમય અંતરે આ પોર્ટલ ચેક કરતા રહેવું જોઈએ.
અમારી વેબસાઈટ www.duniyagujarati.in પર આ પ્રકારનું જાણવા જેવું મળશે તેથી તમે અમારી વેબસાઈટ ની
મુલાકાત લઇ શકો છો.


0 Comments